About Us [ Mission / Vision ]
હે પરમકૃપાળુ શ્રમણ મહાવીર સ્વામી !
ગઈ કાલ સુધી અમારે તો સંસાર ભાવથી છૂટી આપના જેવી પરમ શાંતિનો અનુભવ કરવો છે એવી વાતો કરતાં હતા, પણ ધ્યેય નિષ્ઠાથી ઉલ્લાસિતભાવે તે તરફ પ્રયાણ કરવામાં પાછળ પડતાં હતા.
અહો, કરુણાસિંધુ! અમારી આવી શિથિલતાની વાતો, વિષયોની વાસના અને મોહનિંદ્રાને ઉડાવવા જ તુંએ તો ગગનભેદી ગુંજારવ કર્યો છે. ભગવાન મહાવીરના બોધને યથાર્થ કરવા આત્માને ઉછરંગી બનાવી, મનને જાગૃત કરવા અમો સંઘ પરિવાર કટિબધ્ધ થયા છીએ.
આ સાથે સંઘ ભાવના એકતા, એકરાગીતા અને તત્પરતા ના શબ્દોને યથાર્થ બનાવશું.
શ્રી બગવાડા પરગણા જૈન સંઘ