About Us [ Message from Managing Trustee ]
પ્રતિશ્રી સંઘ પરિવાર,
દેવાધિદેવની ભક્તિ, કૃપાના પ્રભાવે જૈનકુળ મળ્યુંને સતત આપણાં માતા-પિતાના સંસ્કાર સિંચનનો પ્રભાવ અને મેઘધારાએ વરસતા પૂજ્ય શાસન સુભટ ગુરુદેવના મુખેથી શ્રવણ કરેલા શબ્દો દિલમાં ગુંજયા કરે છે. કે “ સંઘ શક્તિ કલો યુગે ” કલિકાળમાં સંઘ શક્તિ, સંગઠન જ મહત્વ પરિબળ છે, એક છુટી લાકડી તુરંત તુટી શકે અને એને સંગઠિત કરી તોડવા પ્રયાસ કરીએ તો તે અઘરી છે. કદાચ અશક્ય છે. બસ આજ ન્યાયે સંઘ, સમાજ ને સાથે રાખી સર્વે ના દિલમાં પ્રેમ, લાગણી, અહોભાવ વધે એ માટેનો સંનિષ્ઠ પ્રયાસ એટ્લે આ એક નૈતિકતાના આધારે મળેલી બગવાડા તીર્થની વહીવટી જવાબદારી પુણ્યનો ઉદય થતાં મળી. એ જૈનત્વના ઋણરૂપે, આપણાં આત્મા ના ઉત્થાન માટે બગવાડા તીર્થનો તીર્થની રીતે સર્વાગી વિકાસ, ગુરુદેવનું માર્ગદર્શન, શાસન દેવની સહાયતા, વડીલોના આશીર્વાદ, દાનેશ્વરીઓની દાનગંગા, સાચ્ચા પ્રભુ ભક્તનો તન-મન-ધન-વચન તથા સમયનો ભોગ.... આના ફળ સ્વરૂપે તીર્થની આન-બાન-શાન વધે એવું એક ભગીરથ કાર્ય ઉપાડયું છે .....
પ્રભુને, શાસન દેવોને, આપ સર્વેને એક જ વિનંતી કે મને એવા આશીર્વાદ અને શુભેચ્છા આપો કે નિષ્કલંક અને પારદર્શક વહીવટ કરી સંઘની ઉત્કૃષ્ટ સેવા કરી શકુ.
લિ. આપનો સેવક
કુંજલ એસ. શાહ (મે. ટ્રસ્ટી)
શ્રી બ.પ. જૈન સંઘ, બગવાડા તીર્થ