person pin
Login

About Us [ Introduction ]

About

શ્રી બગવાડા પરગણાજૈન સંઘ

શ્રી બગવાડા પરગણા જૈન સંઘ ની સ્થાપના આજથી 100 વર્ષ પૂર્વે ઇ.સ. ૧૯૬૮ પછી થઈ હતી. બગવાડા ની આજુબાજુ ના નવ ગામોના જૈનો સાથે મળી ને પરગણાની રચના કરી હતી. તે સમયે પરગણાના શ્રેષ્ઠીઑ આ સંઘ ના વહીવટ નો ભાર સાંભળતા હતા. ત્યારબાદ સમય ની સાથે ટ્રસ્ટ બનાવી સૌપ્રથમ વાર ટ્રસ્ટી મંડળની રચના ઇ.સ. ૧૯૬૮ પછી ના સમય માં થઈ હતી.

બગવાડા નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી રાજાજી ફકીરજી પાસે અર્જુનગઢની તળેટીની જગ્યા ખરીદી કરવામાં આવી. ઇ.સ.૧૯૫૯-૬૦ માં બગવાડા નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી પનાજી લખમાજીના હસ્તે ખાતમુહૂર્ત થયું. ખંભાતના શ્રેષ્ઠીવર્ય શ્રી પોપટભાઈ અમરચંદજી શાહ તથા અમદાવાદનાં શ્રેષ્ઠીવર્ય શ્રી લલ્લુભાઈ ધનજીભાઇ શાહના માર્ગદર્શન હેઠળ બાંધકામ શરૂ થયું. કોલક બંદરે વહાણ દ્વારા પથ્થરો લાવવામાં આવ્યા. હાલના જિનાલયના નીચેના ભાગની ઓરડીઓવાળી જમીન ખોદતાં પુષ્કળ જળ મળ્યું. જે જિનાલયના પસંદ કરેલા સ્થાન માટેનું આગવું શુભ ચિહ્ન બની રહ્યું !

બગવાડા નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી પ્રેમચંદજી રૂપાજી શાહ તથા શ્રેષ્ઠીવર્ય શ્રી નાંચંદજી રૂપાજી શાહની બંધુ બેલડીએ નિર્માણથી પૂર્ણતા સુધી સમય, શક્તિ અને સંપતિનો મહામુલો ફાળો આપી સંઘના સ્વપ્નને સાકાર કરી આકાર બક્ષયો. અર્થાત નૂતન જિનાલય પૂર્ણ થયું.

સં.૧૯૬૮ની શરૂઆતમાં નૂતન જિનાલયમાં શ્રી અજીતનાથ દાદાની પ્રતિમા પરોણાગત બેસાડી અને બાકીની પ્રતિમાજીઓ ગૃહ મંદિરે રાખી સં.૧૯૬૮ના જેઠ સુદ ૩ ને રવિવારના શુભદિને વિજયમુહૂર્ત અંબાચ નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી જેચંદજી જેતાજી શાહ પરિવારના હસ્તે શ્રી અજીતનાથ દાદાની પ્રતિષ્ઠા સંપન્ન થઈ. (પ્રથમ પ્રતિશતના લાભાર્થી શ્રેષ્ઠીવર્ય શ્રી ખીમચંદજી ડાહ્યાજીને સાથે રાખી પૂર્ણ કરી.)

આ સાથે જિનાલયના પ્રથમ માંળે બંધાયેલ મંદિરમાં શ્રી વિમલનાથ દાદાની પ્રતિષ્ઠાનો લાભ ભાગ્યશાળી દેગામ નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી મોતીચંજી પદમાંજી શાહ પરિવાર તથા બગવાડા નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી મોતીચંજી કશનાજી શાહ પરિવારે સંયુક્તપણે લીધો હતો.

આ સાથે શ્રી બગવાડા પરગણા જૈન જિનાલય વલસાડ જિલ્લાનું સૌપ્રથમ જિનાલય બન્યું હતું.

લિ.
ટ્રસ્ટીમંડળ શ્રી બગવાડા પરગણા જૈન સંઘ

ic_arrow_upward