"બગવાડાનો ઇતિહાસ"
શ્રી બગવાડા પરગણાના નવ ગામો – અંબાચ, ગોયમાં, બગવાડા, દેગામ, ખેરલાવ, કોપરલી, પરિયા, રાતા અને વાપીના પરિવારજનોને શ્રદ્ધા અને શ્રમની યશગાથા એટ્લે શ્રી અજીતનાથ દાદાનું શ્રી શત્રુંજય મહાતીર્થની લઘુકૃતિ સમું બગવાડા તીર્થધામ. શત્રુંજય નદી સ્વરૂપ કોલક નદીના કિનારે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા નિર્માણ થયેલા અર્જુનગઢની તળેટીમાં વસેલું, પેશ્વાઈ ખુમારી અને ખમીરની ઝલક દાખવતું તીર્થધામ એટ્લે બગવાડા તીર્થધામ.